મોરબી રાજપૂત કરણી સેના દ્વારા હોદેદારોની વરણી કરાઈ

મોરબી : ગઈકાલે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી તાલુકા અને માળિયા તાલુકાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. અને કોરોના મહામારીના કારણે 70 હોદેદારોને માત્ર નિમણુંક પત્ર મોકલી નિમણુંક કરવામાં આવેલ છે.

આ તકે મોરબી તાલુકા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તરીકે પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર) તથા માળિયા તાલુકા રાજપૂત કરણી સેનાના પ્રમુખ તરીકે રવિરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા (વાધરવા)ની વરણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિહં જાડેજા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજ ઉપયોગી કાર્ય થકી સમાજની ઉત્તમ સેવા કરી ઉતરોતર પ્રગતિ કરો, તેવી મોરબી શુભેચ્છાઓ આપી હતી.