મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું

- text


મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક દર્દીઓનું કોરોના તેમજ સાથે અન્ય બીમારી હોવાના કારણે મોત થાય છે. ગઈકાલે રાત્રે વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. અને મોરબી જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 11 થયો છે.

મોરબી શહેરમાં ચિત્રકૂટ સોસાયટીની પાછળ વાડીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ હીરાભાઈ મોહનભાઇ ડાભીનું ગઈકાલે તા. 18ના રોજ રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેઓનો ગત તા. 10ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, તેઓએ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા. તેઓએ ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 11 કોરોના દર્દીઓના મોત થયા છે.

- text

લીલાપર રોડ પર આવેલ વિદ્યુત સ્મશાનના સંચાલકોએ માનવતા નેવે મૂકી અંતિમ વિધિ કરવાની ના પાડી

ગઈકાલે રાત્રે કોરોનાના કારણે હીરાભાઈ મોહનભાઇ ડાભીનું મૃત્યુ થયું હતું. પરંતુ લીલાપર સ્મશાનના સંચાલકોએ માનવતા નેવે મૂકી અંતિમ વિધિ કરવાની ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કલેકટરની સુચનાને પગલે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે લીલાપર રોડ પર આવેલ વિદ્યુત સ્મશાન ગૃહને પત્ર લખીને આ સ્મશાનની એક ભઠ્ઠીને કોરોનાના મૃતકોની અંતિમવિધિ માટે અનામત રાખવાનો આદેશ આપ્યો છે. તેમ છતાં સંચાલકોએ અંતિમ વિધિ કરવાની ના પાડીને તંત્રના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text