બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતરની ખરીદી વખતે ખેડુતોએ ધ્યાને લેવાની કાળજી અંગે યાદી

- text


મોરબી : બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડુતોએ ધ્યાનમા રાખવાની ખાસ કાળજી જેવી કે જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો, રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવી તથા કોઈ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી, ત્રણેય ઈનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામાં તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઈ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.

- text

આ ઉપરાંત, ખાતરની થેલી/બારદાન ઉપર તથા પ્રસંગ ફર્ટીલાઈઝર,બાયોફર્ટીલાઈઝર ઓર્ગેનિક ફર્ટીલાઈઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી, વૃધ્ધિ કારકો(ગ્રોથ હોરમોન) સહીત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઈડ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તેનો સી.આઈ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫˚ ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ,પીળો,વાદળી, કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલ ન હોઈ તે વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ/થેલીમાં રહેલ વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/જંતુનાશકોની ખરીદી કોઇ પણ સંજોગોમાં ન કરવી,

આ ઉપરાંત ખાતર,બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઈ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ),મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ.), ખેતીવાડી અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ગ્રામ સેવકનો સંપર્ક કરવો તથા આ અંગે કૃષિભવન ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર: ૦૭૯-૨૩૨૫૬૦૮૨ ઉપર પણ કચેરી સમય દરમિયાન આપની રજુઆત ફરીયાદ કરવા નાયબ ખેતી નિયામક મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text