શનિવાર(6.30) : મોરબીમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજના કુલ પાંચ કેસ થયા

- text


જયારે આજે વધુ છ લોકો સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 165 થયો

મોરબી : મોરબીમાં આજે શનિવારે સવારે બે કોરોના પોઝિટિવ કેસ બાદ સાંજે જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આ સાથે આજે શનિવારે કુલ 5 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 165 થઈ ગયો છે. જયારે આજે કોરોનાના કારણે વાંકાનેરના વાંકિયા ગામના વૃઘ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે આજે વધુ છ લોકો કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

શનિવારે સાંજે 6.30 વાગ્યે જાહેર થયેલા નવા કોરોના કેસની મળતી વિગાય મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટમાં રહેતા રમાબેન નાથાભાઇ ભદ્રા (ઉ.75) તેમજ મોરબી શહેરના વણકરવાસમાં રહેતા પ્રાણજીભાઈ પૂંજાભાઈ વાઘેલા (ઉ.60) અને મોરબી શહેરના સામાંકાંઠે પરશુરામનગરમાં રહેતા ગોસાઈ હરેશગીરી મોજગીરી (ઉ.45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે આજના કુલ નવા કેસની સંખ્યા 5 થઈ છે. અને મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 165 થઈ ગઈ છે.

- text

જયારે આજે આરોગ્ય વિભાગના જણાવ્યા મુંજબ વાકાંનેરના વાંકિયા ગામના 60 વર્ષના વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમજ આજે કુલ છ લોકો કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 9 જુલાઈએ પોઝિટિવ આવેલ મોરબીના રવાપર રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા 55 વર્ષના પુરુષ, તેમજ મંગલભુવન, નાગર પ્લોટમાં રહેતા 65 વર્ષના પુરુષ તથા 10 જુલાઈએ પોઝિટિવ આવેલ મોરબીના પુનિત નગરમાં રહેતા 30 વર્ષના યુવાન અને 11 જુલાઈ પોઝિટિવ આવેલ માધાપર 26માં રહેતા 65 વર્ષના મહિલા તેમજ 10 જુલાઈએ પોઝિટિવ આવેલા વાંકાનેરના પ્રતાપચોકમાં 27 વર્ષના યુવાન સ્વસ્થ થતા જા રજા આપવામાં આવી હતી. જયારે મોરબી જિલ્લાના કુલ 165 કેસમાંથી 83 લોકો સારવાર હેઠળ છે જયારે 72 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. અને અત્યાર સુધીમાં કુલ 10 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

18 જુલાઈ, શનિવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત

1) મોરબી શહેર, વાવડી રોડ : ડો.હીરાલાલ ભટ્ટ (ઉ.72)

2) મોરબી શહેર, કલેકટર બાંગ્લા પાસે, નાગર પ્લોટ, જલિયાન એપાર્ટમેન્ટ : કેતનભાઈ નરેન્દ્રભાઈ પૂજારા (ઉ.38)

3) મોરબી શહેર, કાલિકા પ્લોટ : રમાબેન નાથાભાઇ ભદ્રા (ઉ.75)

4) મોરબી શહેર, વણકરવાસ : પ્રાણજીભાઈ પૂંજાભાઈ વાઘેલા (ઉ.60)

5) મોરબી શહેર, સામાંકાંઠે, પરશુરામનગર (સો-ઓરડી) : ગોસાઈ હરેશગીરી મોજગીરી (ઉ.45)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Updateની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

 

- text