મોરબીમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ 4 કેસ નોંધાયા, આજ રવિવારના કુલ 9 પોઝિટિવ

મોરબી : મોરબીમાં કોરનાનો વિસ્ફોટ થયો હોય તેમ આજે રવિવારે પાંચ કેસ બાદ બીજા એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ચારેય કેસ દરવાર ગાઢ વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 51 પર પોહચી ગઈ છે.

મોરબીમાં રવિવારે નોંધાયેલા વધુ ચાર કેસની મળતી વિગત મુજબ રાજકોટની લેબોરેટરીમાં મોકલાયા સેમ્પલમાંથી મોરબીના દરબારગઢ વિસ્તારમાં જાની શેરીમાં રહેતા આડેસરા પરિવારના ત્રણ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59), આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58) અને આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ આ ત્રણય રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ આડેસરા પરિવારના ત્રણય સભ્યો અમદાવાદના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે આ પરિવારના નજીકના સગા જે સુથાર શેરી, દરબારગઢમાં રહેમાં તે પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે. આમ દરબારગઢ વિસ્તારમાં એક સાથે ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 51 પર પોહચી ગયા છે.

આજે રવિવારે નોંધાયેલા કુલ 9 કેસની વિગત નીચે મુજબ છે.

1) કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી – દર્દીનું નામ : લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55)

2) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી – દર્દીનું નામ : બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50)

3) કોયબા ગામ નજીક, હળવદ – દર્દીનું નામ : હનીફાબેન મહંમદભાઈ (ઉ.67)

4) જેતપર મચ્છુ ગામ, મોરબી – દર્દીનું નામ : નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54)

5) મોરબી -2 , ત્રાજપર ચોકડી નજીક, હોન્ડાના શો રૂમની પાછળ, લક્ષ્મીનારાયણ સોસાયટી – દર્દીનું નામ : અમોલ ઉલે (ઉ.38)

6) દરબાર ગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59)

7) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58)

8) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)

9) દરબારગઢ, સુધાર શેરી, મોરબી : પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/