મોરબીમાં આજે રવિવારે પાંચમો કેસ નોંધાયો : સામાંકાઠે રહેતા યુવાનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 થઈ

મોરબી : મોરબીમાં હવે દર કલાકે કોરોનાના કેસ નોંધાય રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. આજે રવિવારે અગાવ ચાર કેસ પોઝિટિવ આવ્યા બાદ વધુ પાંચમો પોઝિટિવ કેસ મોરબીના સામાંકાંઠે નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47 પર પોહચી ગઈ છે.

રવિવારે નોંધાયેલા પાંચમા કેસની મળતી વિગત મુજબ મોરબીના સામાંકાંઠે ત્રાજપર ચાર રસ્તા નજીક આવેલા હોન્ડાના શો રૂમની પાછળ આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના યુવાન અમોલ ઉલે નામના 38 વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ યુવાનનું સેમ્પલ લઈ અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ યુવાન સીરામીકમાં ઇલેક્ટ્રિકનું કામ કરે છે તેવી માહિતી મળી છે.

આજે મોરબી જિલ્લામાં રવિવારે નોંધાયેલા કુલ પાંચ કેસની વિગત નીચે મુજબ છે.

1) કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી

દર્દીનું નામ : લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55)

2) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી

દર્દીનું નામ : બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50)

3) કોયબા ગામ નજીક, હળવદ

દર્દીનું નામ : હનીફાબેન મહંમદભાઈ (ઉ.67)

4) જેતપર મચ્છુ ગામ, મોરબી

દર્દીનું નામ : નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54)

5) મોરબી -2 , ત્રાજપર ચોકડી નજીક, હોન્ડાના શો રૂમની પાછળ, લક્ષ્મીનારાયણ સોસાયટી

દર્દીનું નામ : અમોલ ઉલે (ઉ.38)


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/