મોરબીની જાહેર આરોગ્ય સમિતિની મીટીંગમાં કોરોના સેફટી કીટ સહિતના મુદ્દાઓ રજૂ કરાયા

- text


મોરબી : ગત તા. 19ના રોજ મોરબીની જાહેર આરોગ્ય સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં સમિતિના અધ્યક્ષ કુલસુમબેન અકબરભાઈ બાદી દ્વારા કોરોનાના કહેર સામે મોરબી જીલ્લાના કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલિસ અધિક્ષક, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત પ્રમુખ, તમામ ધારાસભ્યો, જીલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ તથા જીલ્લા પંચાયતના તમામ સભ્યો સહિતના કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે સમગ્ર વહિવટી તંત્રની દિવસ-રાતની મહેનતના કારણે મોરબી જિલ્લો ગ્રીન ઝોનમાં છે. બાદમાં કુલસુમબેન બાદી દ્વારા વિવિધ મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે.

1. મોરબી જીલ્લામાં આવેલ તમામ સિવિલ હોસ્પીટલોમાં હાલ ડોકટરો અને સ્ટાફ નહિવત બરાબર છે. જેથી, આ અંગે તાત્કાલીક ભરતી કરવા અને તમામ પી.એચ.સી. કેન્દ્રો પર રાઉન્ડ ધ કલોક સ્ટાફ હાજર રહે તે રીતે 8 કલાકની 3 સીફટ તાત્કાલીક ચાલુ કરાવવી. જેથી, તમામ પ્રજાને પૂરતી સગવડતા સાથે સાધનો મળી રહે તે માટે મંજુર મહેકમની ઘટનું લિસ્ટ સાથે તાત્કાલીક ભરતી કરવા સરકારને રજુઆત કરી હતી.

- text

2. વાંકાનેર તાલુકાના ઢુવા પી.એચ.સી કેન્દ્ર પર પી.એમ. રૂમ હોવા છતા હજુ પણ પી.એમ. કીટ મુકવામાં આવેલ નથી અને ઢુંવા ગામ સીરામીક ઉદ્યોગનું મીડલ સેન્ટર હોવાથી ત્યાં આકસ્મીક મૃત્યુ થતા હોવાથી તેઓને પી.એમ કરાવવા માટે તકલીફનો સામનો કરવો પડે છે. આ તકલીફમાંથી સીરામીક ઉદ્યોગકારોને મુકિત મળે તે માટે ઢુંવા પી.એચ.સી. કેન્દ્ર પર તાત્કાલીક પી.એમ. કીટ મુકી અને તેને કાર્યરત કરવા તેવી સરકારને રજુઆત કરી હતી.

3. મોરબી જીલ્લાના તમામ આરોગ્ય સ્ટાફના ટી.એ. બીલો ધણા લાંબા સમયથી ચુકવેલ નથી. જેથી, આ પેન્ડીંગ ટી.એ. બીલો નિયામોનુંસાર તાત્કાલીક યુકવવામાં આવે તેવી માંગણી કરી હતી.

4. હાલમાં જયારે કોરોના કહેર વચ્ચે આરોગ્યના તમામ સ્ટાફને સંપુર્ણ સેફટી કીટ મળી રહે તેવી અંગત ભલામણ કરી હતી. અને આ ભલામણ પુરેપુરો સહયોગ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

- text