મોરબી : યુવકે રૂ. 12 હજાર મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી

- text


મોરબી : મોરબીમાં આવેલ સ્માર્ટ ઝોન ડિજિટલ સોલ્યુશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવરાજસિંહને રસ્તા પરથી રૂ. 12 હજાર મળ્યા હતા. જેની જાણ તેઓએ કંપનીના માલિકને કરતા જણાવ્યું હતું કે આ પૈસા પર પોતાનો હક ના હોવાથી રાખી ના શકે. આ વાત સાંભળીને માલીકે ખુશ થઇ પૈસા મૂળ માલિકને પહોંચાડવાનો નિર્ણય કર્યો. મૂળ માલિકનો શોધ આદરતા CCTV કેમેરાના આધારે આ પૈસા આજવીટો ગ્રેનાઈટમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હેમાંગભાઈના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ હેમાંગભાઈના મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કરી પૈસા પરત કરવામાં આવ્યા હતા. આમ, યુવકે રૂ. 12 હજાર મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

- text