મોરબીમાં પ્રધાનમંત્રી આવાસો પાસેની ઝૂંપડપટ્ટી હટાવી રસ્તો ચોખ્ખો કરવાની માંગ

- text


પ્રધાનમંત્રી આવાસોના રહીશોની જિલ્લા કલેકટર અને એસપીને રજુઆત

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તૈયાર થયેલા આવાસોમાં રહેતા રહીશોએ નજીક આવેલી ઝૂંપડપટ્ટીના લોકોના ત્રાસ હોવાની ફરિયાદ સાથે જિલ્લા કલેકટર અને એસપીને રજુઆત કરીને આવાસો પાસેની ઝૂંપડપટ્ટી હટાવી રસ્તો ચોખ્ખો કરવાની માંગ કરી છે.

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના રહીશોએ કલેકટર, એસપી, ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો થકી મોરબી નગરપાલિકા વિસ્તારમાં કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવેલ છે. પરંતુ આ સોસાયટીમાં જવા માટે દલવાડી સર્કલથી સોસાયટીના મેઈન ગ્રેટ સુધી બહાર ઝુપડપટીનો જમાવડો હોય તે અવર-જવર માટે નડતરરૂપ હોય તેમજ ઝુપડપટીમાં ધોરે દિવસે જુગાર રમવો, દારૂ પીવો જેવી ગેરકાનુની પ્રવૃત્તિઓ થઈ રહી હોય જેના કારણે સોસાયટીમાં રહેતી બેન-દિકરીઓ તેમજ આજુબાજુ વિસ્તારોમાં રહેતી બેન-દિકરીઓને અવર-જવરમાં હાલાકી પડી રહી છે. તો ધણી વખતતો દારૂ ના નશામાં મનફાવે તેવા શબ્દો બોલતા હોવાથી બેન-દિકરીઓ શોભજનક અનુભવી રહી છે. તો ઘણા ઝુપડપટી વાળાઓ તેમનો માલ સામાન તેમજ વાહનો પણ જાહેર રસ્તાઓ ઉપર રાખી દેવામાં આવતા હોવાથી આ ત્રાસ ના કારણે અમુક પરિવારો સોસાયટી રહેવા પણ આવી શકતા નથી.

- text

આ અંગે અગાઉ પણ જવાબદાર તંત્રને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પણ બે જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હોવાથી સોસાયટી ના રહીશોને ભારે હાલાકી પડી રહી હોય આ બાબતે તાકીદે ધટતું કરી સોસાયટીનો રસ્તો ચોખ્ખો કરી રહીશોને આ ત્રાસ માંથી મુકિત આપવાની માંગ કરી છે.

- text