મોરબી : મુસ્લિમ બાળકોએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી

- text


મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પઢે છે અને ખુદાની બંદગી કરે છે. આ પવિત્ર માસ દરમિયાન મોરબીમાં નાની બજારમાં સુતાર શેરીમાં રહેતા 5 વર્ષીય મહમદ અશદ શાહમદારએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી.

વધુમાં, મોરબીની ઝવેરી શેરીમાં રહેતા ઇરફાનભાઇ મેમણની દુખતર ઈકરાબાનુ મેમણે રમજાન માસનું બહુ જ ઈબાદત ધરાવતું ૨૭મી નું રોજુ જેને હરણી રોજુ પણ કહેવામાં આવે છે. તે રોજુ હરણા પણ રાખી ખુદાની ઇબાદતમાં લીન થઈ જાય છે. એવું કઠોર રોજો માત્ર છ વર્ષની નાની ઉંમર ધરાવતી ઈકરાબાનુ એ રાખી ખુદાની બારગાહમાં તેના ઈમાનનું સબૂત પેશ કર્યું હતું. આ તકે માતા રેહાનાબેન અને નાના ફારૂકભાઇ જુનાણી, નાની નરગીસબેન અને ત્રણેય મામાએ ઈકરાબાનુને દિલથી દુઆ આપી તેને પ્રોત્સાહિત કરી હતી અને દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે ઈકરાબાનુ પાસે અલ્લાહ પાકની બારગાહમાં ખાસ દુઆ કરાવી હતી.

- text

આ ઉપરાંત, માળિયા મીયાણા શહેરમાં ડેલીવાળા બાપુથી ખ્યાતિ ઘરાવતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અલ્લાહુદિનબાપુ ડેલી વાળાના પૌત્ર સૈયદ પીર મામંદશાહ જમાલશાહ (ઉ.વ. 4)એ હાલ ચાલી રહેલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ દરમિયાન રોજુ રાખેલ હતું. આ તકે ડેલીવાળા બાપુના મુરીદો સહિત મુસ્લિમ સમાજના લોકો આ નાના બાળકને શુભેચ્છાઓ આપવા સાંજે તેમના ઘરે પહોચી હર્ષની લાગણીઓ વ્યક્ત કરી હતી.

- text