માળિયામાં લોકડાઉન વચ્ચે ખેલાયો ખૂની ખેલ : એકની હત્યા, બે ગંભીર

- text


માળિયા : માળિયામાં લોકડાઉન વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવાનની હત્યા થઈ છે. વધુમાં મૃતક યુવાનની સાથે રહેલા અન્ય યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી બાજુ હત્યા કરનાર શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

માળિયા મીયાણા શહેરમાં આજે લોકડાઉન વચ્ચે હત્યાનો બનાવ નોંધાયો છે. જે અંગે સુત્રોમાંથી મળતી વિગત અનુસાર અનવરભાઈ હબીબભાઈ જામ ઉ.વ. 26ની હત્યા થઈ છે. તેની સાથે રહેલા ગુલામ હુસેન માલાણી ઉ.વ.30ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ સારવાર માટે માળિયા અને બાદમાં મોરબી રીફર કરવામાં આવ્યા છે. જ્યારે આ હત્યા કરનાર દાઉદ ઈસા જામ ઉ.વ.39ને પણ છરીના 3 ઘા તેમજ માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચી હોય ગંભીર હાલતમાં તેઓને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ તમામ વિગતો એકત્ર કરવા માટે તપાસ ચલાવી રહી છે.

- text