વાંકાનેરના નવા ઢૂંવા ગામે લોકડાઉન વચ્ચે ધમધમતી તમાકુની ફેકટરી ઝડપાઇ : 5ની ધરપકડ

- text


 

તાલુકા પોલીસે રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવાઢુવા ગામે લોકડાઉન વચ્ચે રહેણાંક મકાનમાં ધમધમતી તમાકુની ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. આ બનાવમાં પાંચ શખ્સોની અટકાયત કરીને પોલીસે 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે હકીકત મળી હતી કે નવા ઢુવા ગામે તમાકુના ડબ્બા ભરીને તેની સપ્લાય કરવામાં આવી રહી છે. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે નવા ઢૂંવા ગામે રહેતા નારસંગભાઈ ભગવાનજીભાઈ ડાભી (ઉ.વ.27) ના મકાનમાં દરોડો પાડી નારસંગભાઈ ઉપરાંત ખુરશીદ અલાઉદ્દીનભાઈ, મહમદસફી પરાસરા, ઝાકીરહુસેન મહોમદભાઈ અને અનવર હુસેનભાઈને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 2.17લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો હતો.

- text