મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 388 એકમોને ચાલુ કરવાની પરવાનગી અપાઈ

- text


જીનીંગ મીલ, પેકેજીગ, પોલીપેક, મેડિકલ, ખાર્ધ પદાર્થના યુનિટો કૃષિ સહિતના યુનિટોને મજૂરી અપાઈ : અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ઉધોગો માટે http://morbicollectorate.in ઉપર ઓનલાઈન પ્રક્રિયા શરૂ

મોરબી : કોરોનાના ઓછા પ્રભાવશાળી ક્ષેત્રોમાં 20 એપ્રિલ પછી રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાની પરવાનગી આપવાની રાજ્ય સરકારે આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.જેના પગલે મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં (શહેરી વિસ્તારોમાં નહિ) 388 એકમોને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં જીનીગ મીલ ,પેકેજીગ ,પોલીપેક ,મેડિકલ ,ખાર્ધ પદાર્થના યુનિટો કૃષિ સહિતના યુનિટોને મજૂરી અપાઈ છે.

- text

મોરબી જિલ્લામાં બીજા લોકડાઉન દરમિયાન 20 એપ્રિલ પછી ઔધોગિક એકમોને ચાલુ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતા.જોકે શરતોને આધીન માત્ર મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવતા હોય એવા ઔદ્યોગિક એકમોને મજૂરો આપવામાં આવી છે અને આ માટે ઓનલાઈન મજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કલેકટર દ્વારા મોરબી જિલ્લામાં 388 એકમોને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.જેમાં જીનીગ ઓઇલ મિલના 79 યુનિટો ,192 પોલીપેક અને પેકેજીંગના યુનિટો તેમજ 40 મેડિકલ ,31 ,ખાર્ધ પદાર્થના યુનિટો,42 કૃષિના યુનિટો અને અન્ય 4 યુનિટને કોરોનાને લઈને સરકારે લાગુ કરેલી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાને શરતે મજૂરી આપવામાં આવી છે. જ્યારે 20 એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ નાના મોટા ઉધોગોને શરૂ કરવા http://morbicollectorate.in ઉપર ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

- text