મોરબી જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા 60 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 22, બી ડીવી.માં 12, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 06, વાંકાનેર તાલુકામાં 03, ટંકારામાં 06, હળવદમાં 08 અને માળીયા મી.માં 02 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ બુધવારે કુલ 60 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી વાંકાનેર તાલુકા પો.મથકમાં એક મહિલા અને એક પુરુષ વિરુદ્ધ 188 ઉપરાંત 269 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-B મુજબ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

- text

લોકડાઉનના ભંગ બદલ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 12, મોરબી તાલુકામાં 01, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 06, વાંકાનેર તાલુકામાં 03, ટંકારામાં 6, હળવદમાં 08 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 02 સહિત કુલ 60 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેર તાલુકામાં અમદાવાદથી પત્નીને લાવનાર યુવક દંપતિ સામે 188 ઉપરાંત 269 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-B મુજબ અલગથી ગુન્હો નોંધાયો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text