મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાહનો જપ્ત ન કરવા તથા જપ્ત વાહનો દંડ વગર છોડવાની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુને લોકડાઉન દરમિયાન પ્રજાના વાહનો જપ્ત ન કરવા તથા જપ્ત કરેલ વાહનો દંડ લીધા વગર છોડવા માંગ કરાઈ છે.

આ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે લોકડાઉનની પરિસ્થિતીમાં રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકારના આદેશો/પરિપત્રો જાહેર કરવામાં આવેલ છે પરંતુ લોકડાઉન દરમ્યાન લોકો પોતાની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવા વાહનો લઇને અને મોઢા પર માસ્ક બાંધીને જતા હોય ત્યારે તેઓના વાહનો જપ્ત કરવામાં આવે છે. આ બાબતના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.

- text

હાલની પરિસ્થિતીમાં જયારે પ્રજા પાસે આવકનો કોઇ સ્ત્રોત ન હોય અને લોકો પરિવારના ભરણપોષણની પણ સઘળી જવાબદારીઓ નિભાવતા હોય, તે સમયે સરકાર દ્વારા કોઇ એવા પ્રકારના આદેશો/પરિપત્રો જાહેર કરવામાં આવે કે પ્રજાના વાહનો ડીટેન ન થાય અને હાલમાં જે વાહનો ડીટેન કરવામાં આવેલ છે. તે વાહનો દંડ લીધા વગર જ છોડવામાં આવે. જેથી, પ્રજાને આર્થીક મુશ્કેલીનો સામનો ન કરવા પડે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઇ છે.

- text