નાગલપર ગામમાં પૈસાની ઉઘરાણી બાબતે મોરબીના યુવક સાથે મારામારી

- text


મોરબી : મોરબીનો રહેવાસી યુવક પૈસાની ઉઘરાણી બાબતે નાગલપર ગામમાં ગયો હતો ત્યાં ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ચાર લોકોએ યુવક ઉપર હુમલો કર્યો હતો. તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના નાની વાવડી રોડ ઉપરના ભગવતી પાર્કમાં રહેતા 47 વર્ષીય વિપુલ ગીરજાશંકર લખલાણી ગઇકાલે મેારબી તાલુકાના નાગલપર ગામે ગયા હતા. જ્યાં તે તેના મામા ભરતભાઈ મોહનભાઈ ભગલાણીના ઘર પાસે તેમના પિતાજી એ આપેલા લેણા રૂપિયા બાબતે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેના ઉપર કાના મોહન ભગલાણી, સુનિલ કાના ભગલાણી અને કિશેાર ભગલાણીના બે દીકરા (રહે. બધા નાગલપર) એ વિપુલભાઇને કહ્યું હતું કે તારે અહીંયા રૂપિયા માંગવા આવવું જ નહીં. આમ કહીને બોલાચાલી કર્યા બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેના લીધે યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text