મોરબીમાં સરકારી રેશનિંગ વિતરણ માટે સંઘ અને વિવેકાનંદ યુવા કેન્દ્ર સ્વયં સેવકો સેવામાં જોડાયા

- text


મોરબી : મોરબીમાં હાલ સરકારના આદેશ પ્રમાણે દરેક રેશનિંગની દુકાનોમાં ગરીબ લોકોને રેશનિંગની વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે રેગ્યુલર રાશન મેળવતા હોય એવા લોકોને આ રેશનિંગ વિતરણનો લાભ મળશે એવી તંત્ર દ્વારા સ્પષ્ટતા થયા બાદ પણ તમામ રેશનકાર્ડ ધારકો રેશનિંગનો લાભ લેવા ભારે પડાપડી કરી રહ્યા છે અને લોકોની ભારે ભીડ ઉમટતી હોય સામાજિક અંતર ન જળવાતું હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. તેથી, મોરબીમાં સરકારના અનાજ વિતરણ કાર્યક્રમમાં વ્યવસ્થા સંભાળવા માટે સંઘના 118 સ્વયંસેવક અને સાથે 60 જેટલા વિવેકાનંદ યુવા કેન્દ્રના કાર્યકર જોડાયા છે. અને કુલ 32 સ્થાન પર સેવા આપી રહેલ છે. રેશનિંગ લેવા આવતા લોકો વચ્ચે સામાજિક અંતર રાખવા સહિતની વ્યવસ્થા સાંભળી છે.

- text