મોરબી : કોરોના રાહત ફંડમાં સિરામિક કંપનીઓનો ફાળો રૂ. 5 કરોડને પાર

સીએમ ફંડમાં રૂ. 24,219,527 અને પીએમ ફંડમાં રૂ.26,027,663 ની માતબર રકમની સહાય અર્પણ કરતા મોરબીના ઉદ્યોગકારો : નાહાર ફિટ ગ્રુપ તરફથી કુલ 51,11,111નું અનુદાન અપાયું

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારો કોરોના સામેની લડતમાં અવિરતપણે સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં (2 એપ્રિલ સુધીમાં) ઉદ્યોગકારોએ કુલ રૂ. 50,247,190 ની સરકારને સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ વર્ષી જ રહ્યો છે. સરકારે શરૂ કરેલી લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને ઉદ્યોગકારોએ પોતાની ઉદારતા અને સંવેદનશીલતાનો પરચો આપ્યો છે.

સમગ્ર દેશમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ કોરોના સામેની લડતમાં આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવવા માટે દાતાઓને સહાય આપવાની હાંકલ કરી હતી. જેને ઝીલી લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ અનુદાનની સરવાણી વહાવી દીધી છે. અગાઉ પણ દેશ ઉપર આવેલી આફતો સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની દરિયાદીલીનો સમગ્ર દેશને પરચો આપ્યો છે. ત્યારે હાલની કોરોનાની મહામારી વચ્ચે નાગરિકોની સુખાકારી માટે પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહાય કરવામાં અગ્રેસર રહ્યા છે. અત્યાર સુધીમાં ઉદ્યોગકારોએ સીએમ ફંડમાં રૂ. 24,219,527 અને પીએમ ફંડમાં રૂ.26,027,663 ની સહીત કુલ રૂ. 50,247,190 ની સરકારને સહાય કરી છે સહાય કરી છે. હજુ પણ આ સહાયનો ધોધ અવિરતપણે વર્ષી રહ્યો છે.

આ સાથે દરેક સીરામીક કંપનીઓ દ્વારા તેમના મજૂરો માટે પણ લોકડાઉન દરમિયાન રાશન આપવાની જવાબદારી ઉપાડવામાં આવી છે.

મોરબીની સીરામીક કંપનીઓ દ્વારા કોરોના રાહત ફંડમાં આપેલ દાનની રકમનું લિસ્ટ (2 એપ્રિલ સુધીનું)..લિસ્ટ ડાઉનલોડ કરવા નિચેની લિંક પર ક્લિક કરો..

http://morbiupdate.com/wp-content/uploads/2020/04/Fund-Recivd-Data-Morbi-Ceramics2-2-1.pdf