મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલથી ફુડ પાર્સલ વ્યવસ્થા શરૂ

- text


 

કોરોના લોકડાઉનના પગલે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા લેવાયો નિર્ણય

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા દરરોજ સાંજે પ્રસાદ તથા દરગુરુવારે મહાપ્રસાદની વ્યવસ્થા અવિરત કરવામા આવે છે ત્યારે તાજેતર મા સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે, ભારત પણ તેમાં બાકાત નથી. જે અનુસંધાને વડાપ્રધાન એ ૨૧ દીવસ માટે સમગ્ર ભારત લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે સમાજના નબળા તેમજ ગરીબ વર્ગના લોકો કે જેઓ રોજે રોજનુ કમાઈને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા તેમના માટે સલામતી ઉપરાંત પોતાના પરિવાર ની જઠરાગ્નિ તૃપ્ત કરવોનો ગંભીર પ્રશ્ન ઉદભવ્યો છે. તેથી, મોરબી જલારામ મંદીર ખાતે ચાલતા સદાવ્રતના માધ્યમથી આવતીકાલ સાંજથી ભક્તજનો માટે પ્રસાદ સ્વરૂપે ફુડ પાર્સલ આપવામા આવશે. સર્વજ્ઞાતિય કોઈ પણ સભ્ય ફુડ પાર્સલ મેળવી શકશે. પાર્સલ સાંજે ૬ થી ૮ દરમિયાન અર્પણ કરવા મા આવશે તેમજ દરેક ભક્તજનો વચ્ચે ૩ મીટર ના અંતરે આપવામા આવશે. જેની સર્વેએ નોંધ લેવી.

- text

તે ઉપરાંત, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી જણાવ્યુ કે સરકાર દ્વારા આપવામા આવેલ સુચનાઓનુ દરેક નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને સામાજીક અંતર જાળવે, કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો મોરબી જલારામ પ્રાર્થના મંદિરના કોઈપણ કાર્યકર્તા નો સંપર્ક કરવો. સંસ્થા દ્વારા તંત્ર ના સહકાર થી શક્ય તેટલી મદદ પુરી પાડવામા આવશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવેલ છે.

- text