ટંકારામાં મેડિકલ અને શાકભાજીની દુકાનો માત્ર સવારે 9:3૦ થી બપોરે 2 સુધી જ ખુલ્લી રહેશે

- text

લોકો ખરીદીનું બહાનું ધરી દેતા હોય, પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા વેપારીઓ અને મેડિકલ એસો. દ્વારા લેવાયો નિર્ણય

ટંકારા : ટંકારામાં મેડિકલ સ્ટોર અને શાકભાજીની દુકાનો બપોર સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો ખરીદીના ખોટા બહાના હેઠળ બહાર નીકળતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેની વચ્ચે ગામના રહીશો બિનજરૂરી લટાર લગાવવા ધરની બહાર નીકળી જતા હોય અને પોલીસની પુછતાછમા મેડિકલ કે બકાલુનુ બહાનું ધરી બચાવ કરતા હોય આજે ટંકારા શહેરની શાકમાર્કેટના વેપારી અને પંચાયત સાથે ગોષ્ઠી થઈ હતી. જેમા સવારે ૯:૩૦ થી ૨ વાગ્યા સુધી માર્કેટ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

સાથે ટંકારા મેડિકલ સ્ટોરના એશોએશિયન દ્વારા પણ પ્રજા માટે પોલીસ જે રીતે રોડ પર સતત પરસેવો પાડી તે પોતાના પરીવારની ચિંતા છોડી શહેર માટે ખડેપગે રહી સેવા કરી શકે તો અમે કેમ નહી માટે મેડિકલ પણ સવાર થી બપોર સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જો કે ઇમરજન્સી હેઠળ દર્દી માટે દોડીને દવા આપવાની પણ ખાત્રી આપી છે આ નિર્ણયને મોટાભાગના લોકોએ આવકાર્યો છે અને લટાર મારતાને અટકાવવા આ ઉપયોગી બનશેનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ટંકારામાં મેડિકલ અને શાકભાજીની દુકાનો માત્ર સવારે 9:30 થી બપોરે 2 સુધી જ ખુલ્લી રહેશે