લોકડાઉન વચ્ચે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી : નાસ્તાનું વિતરણ

- text


 

મોરબી : કોરોના વાયરસે આખા વિશ્વ પર અજગર ભરડો લીધો છે તેને માત આપવા સરકાર કમર કસી રહી છે ત્યારર આ કપરી પરિસ્થિતિઓમાં પણ ઘણી જગ્યાએ માનવતાની મહેક ઉઠી રહી છે. ઘણા લોકો પોતાની યથાશકિત પ્રમાણે માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.

મોરબી જિલ્લાની સામાજિક સંસ્થાઓ હોય કે સામાજિક કાર્યકર, સામાન્ય માણસ હોય કે સરકારી તંત્રના કર્મચારીઓ દરેક નાગરિક આજની કપરી પરિસ્થિતી સામે બાથ ભીડવા એકમેકની મદદમાં ખડેપગે ઉભા રહેવા આગળ આવી રહ્યા છે.

- text

મોરબી જીલ્લા ટ્રાફિકના સ્ટાફ દ્વારા પોતાની ફરજ દરમિયાન પણ સેવાની મહેક સતત પ્રજ્વલ્લિત રાખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તાઓ પરથી પસાર થતા એકલ દોકલ લોકોને બિસ્કીટ, શીંગ, ડાળીયા જેવી વસ્તુઓ અને વધુ જરૂરિયાતમંદોને પોતાના માટે રાખેલ નાસ્તો પણ આપી દેતા નજરે પડી રહ્યા છે. કોરોના વાયરસ સામે લડવા સલામતીના પાઠપણ લોકોને શીખવવામાં આવી રહ્યા છે અને બિન જરુરી કિસ્સામાં ઘર બહાર ન નિકળવા સુચનાઓ પણ આપવામાં આવી રહી છે.

- text