મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં વિદેશથી 163 પેસેન્જર આવ્યા : 63 હજુ હોમ ક્વોરોન્ટાઇન

- text


કોરોના અપડેટ : 11 બેડ સાથેની આઇસોલેશન હોસ્પિટલમાં હાલ કોઈ દર્દી દાખલ નથી

મોરબી : WHO દ્વારા ઘોષિત થયેલી કોરોનાની મહામારીને લઈને મોરબી જિલ્લામાં તકેદારીના પગલાં રૂપે દેશ બહાર પ્રવાસ કરીને આવેલા નાગરિકોની લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે. જે માહિતી અનુસાર મોરબી જિલ્લામાં હાલ કોરોના સંક્રમિત કોઈ ભયજનક કેસ સામે આવ્યો ન હોય તંત્રએ રાહત અનુભવી છે. જો કે તકેદારીના તમામ નિયમો-નિયંત્રણોનું ચુસ્તપણે પાલન તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે.

- text

હાલ છેલ્લે મળતી માહિતી મુજબ કોરોના વાઇરસ મહામારી જાહેર થયા બાદ અત્યાર સુધીમાં વિદેશ પ્રવાસ કરીને મોરબી જિલ્લામાં કુલ 163 પેસેન્જર પ્રવેશ્યા હતા. જે તમામની પ્રાથમિક તપાસ બાદ તેઓને હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. જે પૈકી 100 પેસેન્જરોએ હોમ ક્વોરોન્ટાઇનનો પિરિયડ પૂરો કરી લીધો હોય તેઓ ભયમુક્ત બન્યા છે. 63 પેસેન્જર હોમ ક્વોરોન્ટાઇનમાં છે જે પૈકી 14 નાગરિકો સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા છે. (ક્વોરોન્ટાઇનમાં છે મતલબ આરોગ્યની દેખરેખ માટે અલગ રાખવામાં આવ્યા છે. સારવાર માટે દાખલ કરવામાં આવ્યા નથી)
મોરબી ખાતે સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 11 બેડની આઇસોલેશન સુવિધા સાથે ૨૪×૭ ઉપલબદ્ધ રાખવામાં આવી છે. જ્યાં હાલ કોઈ દર્દી દાખલ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં શંકાસ્પદ મનાતા માત્ર 1 સેમ્પલ લેવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ નેગેટિવ (નીલ) આવેલ છે. મોરબી ખાતે 1 બિલ્ડીંગ ક્વોરોન્ટાઇન ફેસેલિટી માટે ખાસ ઉભું કરવામાં આવ્યુ છે. હાલ સ્થિતિ કંટ્રોલમાં છે પરંતુ આ સમયે લોકોએ કોરોનાના વાયસરને સ્પેર્ડ થતો અટકાવવા ખૂબ જ કાળજી લેવાની અને ગંભીર બનાવની જરૂર છે. લોકો ઘરની બહાર કામ વગરના નીકળે તે અંત્યત જરૂરી છે.

- text