પીપળી પ્રીમિયર લીગ ૨૦૨૦ ટુર્નામેટ રદ કરાઈ

- text


વધુ સંખ્યામાં લોકો એકઠા ન થાય તેવા ઉમદા હેતુને લઈને આયોજકોનો મહત્વનો નિર્ણય 

મોરબી : હાલ કોરોના વાઇરસની અસર દુનીયાભરમાં ફેલાઇ રહી છે. ત્યારે ભારત પણ આ વાઇરસ સામે લડી રહ્યુ છે. આ ખતરનાક વાયરસની અસર સમગ્ર રાજ્યમાં ધીમેધીમે પ્રસરી રહી હોવાનું સ્પષ્ટ થયું છે ત્યારે મોરબી જીલ્લાના પીપળી ગામમાં રામદેવપીરના મંદિરના નિર્માણના લાભાર્થે તારીખ 25-3-2020ના રોજ ક્રીકેટ ટુર્નામેન્ટ ચાલુ થવા જઇ રહી હતી. જો કે કોરોનાને લઈને સાવધાની વર્તવાની જરૂરિયાત જણાતા પીપળી પ્રીમીયમ લીગ ટુર્નામેન્ટના આયોજકો સંજય પટેલ, અજયસિંહ, પ્રહલાદ પટેલ, દિવ્યેશ પટેલ, ચિરાગ પટેલ, શક્તિસિહ સહીતના તમામ આગેવાનોએ સલામતી અને સંયમના ભાગ રુપે હવે આ ટુર્નામેન્ટ તારીખ 2-4-2020 પછી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

- text