મોરબી : હોમ કવોરોન્ટાઇનમાંથી નાસી છુટયા બાદ ઝડપાયેલા યુવક સામે એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

- text


આ એક્ટ હેઠળ ગુજરાતમાં બીજો કેસ નોંધાયો

મોરબી : કોરોનાગ્રસ્ત દુબઈથી જામનગર આવેલા શખ્સને વિદેશથી આવ્યા બાદ નાગરિકો માટે જારી કરેલી ગાઈડલાઈન મુજબ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી તે નાસી જતા પોલીસ દ્વારા તેને માળીયા. મી.થી ઝડપી પાડી ઇન્ડિયન પીનલ કોડ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

હાલમાં જ દુબઈથી પરત ફરેલા જામનગરના રહેવાસી 34 વર્ષીય મુસ્તુફા મહમદભાઈ હાલાને જામનગરની સિવિલ હોસ્પિટલમાં હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી તે નાસી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાને માહિતી મળી હતી કે આ શખ્સ માળીયા. મી. ખાતે આવેલ છે. આથી માળીયા.મી.ની આરોગ્ય ટીમ સાથે સંકલન કરી માળીયા. મી.પોલીસે ઉક્ત શખ્સને શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ મુસ્તુફા નામના આ શખ્સને મોરબી સ્થિત ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે ખસેડાયો છે. ગત તારીખ 13ના રોજ ગુજરાત સરકાર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગ દ્વારા ધી એપેડેમીક ડીસીઝ 1897 ની જોગવાઈ હેઠળ જે નિયમોનું પાલન કરવાનું છે તેનો આ શખ્સએ ભંગ કર્યો હોય તેની સામે માળીયા મી. પોલીસ સ્ટે.માં ઇન્ડિયન પીનલ કોડની કલમ 269, 270, 188 તથા ધી-એપેડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું માળીયા મી.ના પો.સબ.ઇન્સ. જી.વી.વાણીયાએ જણાવ્યું હતું.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયસરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text