મોરબી : મચ્છુ-2 કેનાલનું રીપેરીંગ કામ યોગ્ય રીતે કરાવવાની રજુઆત

- text


મચ્છુ-2 કેનાલ પાણી સમિતિની કેનાલના કાર્યપાલક ઈજનેરને રજુઆત

મોરબી : મોરબીની મચ્છુ-2 કેનાલનું રીપેરીંગ કામ યોગ્ય રીતે કરાવવાની માંગ સાથે મચ્છુ-2 કેનાલ પાણી સમિતી દ્વારા કેનાલના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી છે.

- text

રજુઆતમાં જણાવ્યું હતું કે ,મચ્છુ-2 કેનાલનું લિફ્ટઇરીગેશન કામ થયું છે.પણ ગત વર્ષે વધુ વરસાદ પડવાની કારણે કેનાલની આસપાસ માટીથી મોટાભાગની કેનાલ બુરાઈ ગઈ છે.આ માટી દૂર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા અલગથી કામગીરી ચાલુ છે.આ માટી કેનાલમાંથી કાઢી થોડી દૂર નાખવાને બદલે કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની એકદમ બાજુએ નાખવામાં આવે છે.આ માટી આવતી વરસાદની સીઝનમાં ફરી પાછી કેનાલમાં પડી જશે.તેથી માટી કેનાલમાંથી કાઢીને અલગ દૂર જગ્યાએ નાખવાની જરૂર છે. નહિતર ફરી પાછી એજ મુશ્કેલી સર્જાશે.આથી આ કામ યોગ્ય રીતે થયા બાદ જ કોન્ટ્રાક્ટરોને બિલ ચુકવવાની માંગ કરી છે.તે ઉપરાંત લિફ્ટઇરીગેશનના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા તમામ નીતિ નિયમોનું પાલન કરાવવાની પણ માંગ કરી છે

- text