ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ મોરબીની મુલાકાતે, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના પ્રમુખ ઘનશ્યામભાઇ ગઢવીએ મોરબીની મુલાકાત લીધેલ અને કોંગ્રેસ ઓબીસીના આગેવાનો સાથે સંગઠનને મજબૂત કરવા ચર્ચા કરી હતી. આ તકે મોરબી જીલ્લા કોગ્રેસ ઓબીસી પ્રમુખ સુરેશભાઈ શીરોહીયાએ તેઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે નાથાભાઇ ડાભી, એલ.એમ.કંઝારીયા, રામભાઈ રબારી, દેવેન્દ્રસિંહ ગીરૂભા જાડેજા, પંકજભાઇ પ્રજાપતિ, બળવંતભાઈ શનાળીયા, જીતેન્દ્રભાઇ પિત્રોડા, કર્નલભાઇ અલ્લારખાભાઇ ગાંજા સહીતના કોંગ્રેસ ઓબીસી, એસી, એસટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text