ટંકારા : ડેટા એન્ટ્રીના ટેબલેટ અંગે મને જાણ નથી અને મે બેદરકારી પણ દાખવી નથી, આચાર્ય કારેલિયાનો બચાવ

- text


 સીઆરસીના અધિકારી હેમત ભાગિયા દવાખાને દાખલ, નોટીસ પણ ન સ્વિકારી : દરવાજે લાગવેલું નોટીસનું ફરફરીયુ ભેદી રીતે ગુમ : સ્થાનિક શિક્ષણ વિભાગની ભુમિકા પણ શંકાના દાયરામાં

ટંકારા : જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટંકારાના અમરાપર ધાર ગામે મંગળવારે કરેલી ઓચિંતી વિઝિટ બાદ શાળાના આચાર્ય ગજેન્દર કારેલિયા અને સીઆરસીના અધિકારી હેમત ભાગિયાને બેદરકારી બાબતે ફરજ મુક્ત કરતા શિક્ષણ જગતમાં ભુકંપ સર્જાયો છે. જો કે ઘટના બાદ આચાર્ય ગજેન્દ્ર કારેલીયાએ બચાવમા જણાવ્યું કે તેઓને ટેબ્લેટ અંગે કોઈ જાણ નથી અને તેઓએ બેદરકારી પણ દાખવી નથી.

ટંકારા શિક્ષણ અધિકારી દિપાબેન બોડા અને બીઆરસીના કલ્પેશ ફેફર દ્વારા જીલ્લા અધિકારીની લેખિત નોટિસ બજવણી આચાર્યને આપી ટંકારા શાખામા હાજર રહેવા જણાવ્યું હતું જ્યારે ભાગીયાનો સંપર્ક ન થતા તેના ઘરે જતા હાજર મળ્યા ન હોય દરવાજા ઉપર નોટીસ ચોંટાડી દીધી હતી અને કામગીરી કર્યાનો ડોળ કર્યો હોય તેવુ સામે આવ્યુ હતું કારણ કે નોટિસ ચોંટાડયાની મિનિટોમાં કાગળ તડકામાં ઓગળી ગયો હોય તેમ ગાયબ થઈ જતા સ્થાનિક અધિકારીની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

- text

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હેમત ભાગિયાને દવાખાને દાખલ કર્યા હોય રજા પર ઉતરી ગયા છે અને આ અંગે અધિકારી શુ નિર્ણય કરે છે પછી તેમનો સ્ટેન્ડ પણ ક્લિયર થશે. સાથે અમરાપર ધારના આચાર્ય ગજેન્દર કારેલિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જીલ્લા અધિકારી જ્યારે શાળા મુલાકાત અર્થે આવ્યા હોય તે જ સમયે સીઆરસી ના અધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હોય અને તે એમનુ ડેટા એન્ટ્રી માટેનુ ટેબલેટ ટેબલ પર મુકી બહાર ગયા હોય જે અંગે અધિકારીએ આ નોટીસ ફટકારી છે જોકે મારી ભુમિકા સ્પષ્ટ છે હુ શાળા એ હાજર હતો અને ટેબલેટ અંગે મને કોઈ ખ્યાલ નથી.

- text