મોરબી : ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શિક્ષકોનું સમેલન યોજાયું

- text


સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલા શિક્ષક સમેલનમાં શિક્ષકોનું હિત જળવાઈ અને સ્વમાનભેર કર્તવ્યનિષ્ઠ બનીને પોતાનું યોગદાન આપે તેના પર ભાર મુકાયો : આજે બપોરે 3 વાગ્યે દાદા-દાદી સમેલન અને રાત્રીના 9 વાગ્યે ભવ્ય લોક ડાયરો યોજાશે

મોરબી : મોરબીના શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ભારત માતાના મંદિરના તા.29 જાન્યુઆરીથી 2 ફ્રેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નાગરિક પહેલા રાષ્ટ્નું હિત વિચારે અને સમાજ તથા અસરકારક સંગઠન વિશે સમજ કેળવાઈ તે માટે આ ભારત માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે અનેકવિધ દેશહિત અને સમજલક્ષી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

- text

મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગઈકાલે રાત્રે મોરબીના શિક્ષકોનું સેમલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. શિક્ષકોના સંમેલનમાં દરેક શિક્ષકો પ્રથમ બાળકોના શિક્ષણની ખેવના કરે તેના ઉપર ચિંતન મનન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં રહેલા શિક્ષકોના ઉમદા ગુણો અને તેનામાં રહેલી કર્તવ્ય પાલનની ભાવના તેમજ શિક્ષકોના તમામ સ્થાપિત હિતો જળવાઈ રહે અને સ્વમાનભેર બાળકોને જીવન મૂલ્યો સાથે શિક્ષણ આપી દેશ અને સમાજનું સંસ્કારો સાથે ઘડતર કરે તે માટે વિચારો વ્યક્ત કરી શિક્ષકોએ કટીબદ્ધતા દર્શાવી હતી. આ સંમેલનમાં દરેક શિક્ષકોને હમેશા સમાજ અને દેશનું હિતને લક્ષયમાં રાખી મૂલ્યવર્ધિત શિક્ષણ આપવા પર ભાર મુકાયો હતો.

જ્યારે આજે તા. 1ના રોજ શિશુમંદિર ખાતે બપોરે 3થી 5 દાદા- દાદી સંમેલન યોજાશે. જેમાં વક્તા તરીકે પુરૂત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતિબેન કાટદરે અને અતિથિ તરીકે કિશોરભાઈ મૂંગલપરા તેમજ ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહેશે.બાદમાં રાત્રીના 9 કલાકે પટેલ સમાજ વાડી ખાતે યોગેશદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રશ્મિકાંતભાઈ દોશી ઉપસ્થિત રહેશે.

- text