રવાપર ચોકડીએ ટ્રાફિકજામ : નાગરિકો ત્રાહિમામ

- text


મોરબી : શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યા કાયમની થઈ છે ત્યારે આજે સવારે રવાપર ચોકડીએ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. રવાપર રોડ મોરબીમાં આવાગમન કરવા માટે ઘોરીનસ સમાન હોય પિક અવર્સમાં સવારે અને સાંજે અહીં નિયમિતપણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

- text

આ જામમાં સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા હતા. ટ્રાફિક પોલીસે જામ હટાવવા ભારે કસરત કરી હતી. જો કે શહેરમાં વધતા વાહનો અને ટ્રાફિક સેન્સનો અભાવ પણ આવા જામ માટે કારણભૂત હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. જામને કારણે સેંકડો માનવ કલાકો બગડે છે સાથોસાથ મોંઘા ભાવના પેટ્રોલ-ડિઝલનો ખોટો વ્યય થવા ઉપરાંત વાતાવરણમાં પ્રદુષણ પણ વધે છે. આમ ટ્રાફિકજામ વાહન ચાલકો માટે અગવડરૂપ હોવા ઉપરાંત અનેકવિધ સમસ્યાઓ ઉત્પન્ન કરતું હોવા છતાં તંત્ર આ બાબતે ઉદાસીન હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે સ્થાનીય તંત્રે આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા કોઈ યોજના ત્વરિત અમલમાં લાવવી જોઈએ.

- text