મોરબીમાં રાષ્ટીય કૃત બેંકોની આજે બીજા દિવસે હડતાલ : બેંક કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

- text


19 થી વધુ રાષ્ટીય કૃત બેંકોના મોટી સંખ્યામાં કર્મચારીઓએ એસબીઆઈ બેંક શાખા પાસે પોતાના પડતર માંગણીઓ મામલે સૂત્રોચ્ચાર કર્યા

મોરબી : પડતર માંગણીઓને લઈને રાષ્ટ્રીય કૃત બેંકોની શુક્રવારથી બે દિવસ માટેની હડતાલનો પ્રારંભ થયો હતો. જેમાં મોરબીની 19 જેટલી રાષ્ટ્રીય કૃત બેંકોના 550 કર્મચારીઓ જોડાયા છે. આ બેંકના કર્મચારીઓએ શુક્રવારે હડતાલ પડ્યા નાદ આજે બીજા દિવસે પણ હડતાલ પાડી એસબીઆઈ બેંક શાખા પાસે પોતાના પડતર પ્રશ્ને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

રાષ્ટ્રીય કૃત બેંકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું. જેમાં બેંક યુનિયન દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોની ગઈકાલ શુક્રવારથી બે દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. આ હડતાલમાં મોરબીની 19થી વધુ રાષ્ટીયકૃત બેંકોની 45 જેટલી શાખાના 550 કર્મચારીઓ જોડાયા હતા. આ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગઈકાલે હડતાલ પડ્યા બાદ આજે બીજા દિવસે પણ હડતાલ પાડી હતી. આજે બીજા દિવસે હડતાલ દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકોના મોટી સંખ્યામાં કર્મચારીઓએ મોરબીની એસબીઆઈ બેંક શાખા પાસે એકત્ર થઈને પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબીમાં રાષ્ટ્રીયકૃત બેંકોની બે દિવસની હડતાલથી બેંકના નાણાકીય વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા અને લોકોની બેંકોમાં રોજિંદા નાણાકીય વ્યવહારો કરવાના ભારે અવ્યવસ્થા ભોગવવી પડી હતી.

- text