મોરબી : ન્યુ એરા સ્કૂલ દ્વારા શનિવારે તથા રવિવારે સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવ

- text


મોરબી : મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા આગામી તા. 28/12 શનિવારે તથા 29/12 રવિવારે સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવનું આયોજન રવાપર-ઘુનડા પર આવેલ ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે સવારે 8:30 થી સાંજના 5:30 સુધી કરવામાં આવેલ છે. જેમાં પ્રેષકોને વિવિધ પરફોર્મન્સ, મોડલો, પ્રસ્તુતિઓ, નાટ્ય પ્રદર્શન જોવા મળશે. જે પ્રેષકોને વિજ્ઞાન, કલા, ઇતિહાસ, રોબોટિક્સ અને ગણિતની શોધની દુનિયામાં લઈ જશે. સંગીત, રમતો, ભાષા, નૃત્ય, વાણિજ્ય જેવા ક્ષેત્રોનો લાભ મળશે. વિશેષ આકર્ષણ માટે લિ-ફાઇ મોડેલ, સ્માર્ટ હોમ, સંસદ, ઇસરો, 5 મિનિટમાં શ્રીમદ ભગવદ્ ગીતા, લાઈવ આર્ટ, વિદ્યાર્થી સંચાલિત ફૂડ સ્ટોલ સહિતનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text