નાગરિકતા સંશોધન કાયદાને ટંકારા તાલુકાના જાગૃત નાગરિકોએ આપ્યું સમર્થન

- text


ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી કાયદાને સમર્થન જાહેર કર્યું

ટંકારા : નાગરિકતા સંશોધન બીલ કાયદો બન્યા બાદ દેશના વિવિધ ભાગોમાંથી વિરોધનો સુર ઉઠ્યો હતો. કાયદા અંગે પ્રવર્તતી અસમંજસને કારણે લઘુમતી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદશનો થયા હતા. ઉત્તર ભારત અને આસામમાં ઘણા પ્રાંતોમાં હજુ આંશિક વિરોધ પ્રદશનો ચાલુ જ છે ત્યારે આ કાયદાના સમર્થનમાં પણ બુદ્ધજીવીઓ અને ઘણા વ્યાપારિક, સામાજિક સંગઠનો સામે આવી રહ્યા છે.

ટંકારા વિસ્તારના બુદ્ધિજીવીઓ, જાગૃત નાગરિકો, સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક સંગઠનોની સંસ્થાઓ, નોકરિયાતો, વકીલો, નાના મોટા વેપારીઓ, ઉધોગકારો અને ખેડૂત તેમજ ખેડૂત આગેવાનો સહિત બિન રાજકિય લોકો વિશાળ સંખ્યામાં નાગરિકતા કાનૂનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. કાયદા વિશે ફેલાવવામાં આવી રહેલી ભ્રામક વાતો લોકોને સરળ રીતે સમજાવવામાં આવી રહી છે. લોકોનો ભ્રમ દૂર કરી વાસ્તવિક સ્થિતિ અંગે લોકોમાં જાગૃતિ અણવાનો પ્રયાસ શરૂ થયો છે.

- text

ટંકારા વિસ્તારના લોકો દ્વારા આ કાયદાને સર્વ લોકોનું સમર્થન છે એવી બાંહેધરી માટે સ્થાનિકોએ મામલતદારને આ અંગે આવેદન આપ્યું હતું.

- text