હળવદના વીજ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે મામલતદારને આવેદન અપાયું

- text


બે વર્ષ પહેલા રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતા અપાયું આવેદનપત્ર

હળવદ: આજ રોજ હળવદ ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી.ઈ.બી એન્જિનિયર એસોસિએશન દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ હળવદ મામલતદાર તેમજ મેનેજમેન્ટને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે તારીખ 14ના રોજ ગુજરાતની તમામ પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ અને અધિકારીઓ માસ સી.એલ પર ઉતરી જઈ પોતાનો વિરોધ પ્રદર્શન કરશે.

- text

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી.ઈ.બી એન્જિનિયર એસોસિયન દ્વારા હળવદ મામલતદાર તેમજ મેનેજમેન્ટ અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫૫ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ના સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ અને એલાઉન્સ એપ્રિલ 2016થી ચૂકવી આપવા ,જીએસઓ-૦૪ ચ મુજબ મંજૂર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, રજા હકના પૈસા રોકડમાં ચૂકી આપવા, ટેકનીકલ કર્મચારીઓ અને જોખમી કામગીરી સામે રીસ્ક એલાઉન્સ આપુ તેમ સહિતની અનેક માંગણીઓ છેલ્લા બે વર્ષથી કરવામાં આવતી હતી પરંતુ આજદિન સુધી નિરાકરણ ન આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને એન્જિનિયર એસોસિએશન દ્વારા સંયુક્ત લડત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ભારતભરની સરકારી વીજ કંપનીઓમાં ગુજરાત પ્રથમ સ્થાને છે અને ગુજરાત સરકારનું ગૌરવ વધારેલ છે. આ રેટિંગ કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા નિર્ધારિત કરેલ હોય અને તે મુજબ હાસલ કરવામાં આવેલ છે. વીજ કર્મચારીઓ અને અધિકારીઓની ઉત્તમ કામગીરી થકી ગુજરાતના વીજ ગ્રાહકોને આપેલ ઉત્તમ વીજ સુવિધાના પરિણામ સ્વરૂપે છે.

સાથે જ એમ પણ જણાવ્યું હતું કે વાસ્તવિકતાને ધ્યાને લીધા વગર વીજ કર્મચારીઓને પોતાના હકો અને આર્થિક લાભો અને મળવા પાત્ર સવલતોથી વંચિત રાખેલ છે. જે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા અવારનવાર સરકારના પદાધિકારીઓને અને મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ સકારાત્મક નિરાકરણ ન આવતા આખરે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ વિજ કર્મચારીઓ અને અધિકારીઓને પડી છે, જેથી અમારી માંગ વહેલી તકે પૂરી કરવામાં આવે.

- text