મોરબીના અરુણોદયનગર સોસા. મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહ યોજાયો

- text


મોરબી : હિંદુ પરંપરા મુજબ દેવદિવાળીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ (પથ્થર) અને સતી તુલસી (છોડ)ના વિવાહ થયા હતા. આ પરંપરાને અનુસરતા હજુ પણ દેવદિવાળીના દિવસે અનેક ઘરોમાં, મંદિરોમાં તથા હવેલીઓમાં તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી વિવાહના નિમિત્તે મોરબી સામા કાઠે આવેલ અરુણોદય નગર સોસાયટી મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહનું સુંદર આયોજન છેલ્લા પાંચ વરસથી ધામધૂમથી વાજતે ગાજતે કરવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ગઈકાલે તા. 8 નવેમ્બરના રોજ દેવદિવાળી નિમિત્તે ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ કરવામાં આવ્યા હતા. આ તકે મહિલા મંડળ દ્વારા પાલન પોષણના દેવ મનાતા વિષ્ણુ તથા સ્વાસ્થ્યવર્ધક તુલસીને સમસ્ત ભારત વર્ષ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરવામાં આવી હતી.

- text