રણજીતગઢ નજીક છકડો રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા એકનું મોત : ચાર ઇજાગ્રસ્ત

- text


કપાસ વીણવા જઈ રહેલા મજૂરનો છકડો રીક્ષા રોડ પર ઉભી હતી ત્યારે પાછળથી આઈસર ચાલકે ટક્કર મારી

હળવદ : આજે વહેલી સવારે હળવદ તાલુકાના રણજીત ગઢ ગામના પાટિયા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હળવદ થી કપાસ વિણવા જઈ રહેલા મજુર નો છકડો રીક્ષા રોડની સાઈડમાં ઉભો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ આઈસર ચાલકે છકડો રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું છે જ્યારે ચારથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા શ્રમિક મજુર હળવદ તાલુકાના રણજીત ગઢ ગામે છકડો રિક્ષામાં કપાસ વિણવા જઈ રહ્યા હતા ત્યારે રણજીત ગઢ ના પાટિયા નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે છકડો રીક્ષા મજુર થી ભરેલ ઉભો હોય તે સમયે હળવદ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ આઈસર ચાલકે છકડો રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી.

- text

આ અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે પ્રથમ હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં ગંભીર રીતે ઇજા થયેલ નયનાબેન ધનજીભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે રણછોડભાઈ નથુભાઈ, સુંડાભાઈ દેવાભાઈ, મધુબેન કિર્તીભાઈને સુરેન્દ્રનગર સારવાર આપવામાં આવી રહી છે. જેમાં સુંડાવભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text