હળવદમાં ૭ રાજ્યો અને ૩ દેશને જોડતી સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત

- text


જળ અને પર્યાવરણ બચાવો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

હળવદ: લાયન્સ કલબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા પર્યાવરણ બચાવ અને જળ બચાવની જાગૃતિ અર્થે ચેન્નઈની લાયન્સ કલબ દ્વારા યોજાયેલ ૭ રાજ્યો અને ૩ દેશ ને જોડતી રેલી રવિવારે હળવદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ સાયકલ રેલીમાં ભારતના સુપ્રસિદ્ધ વ્યક્તિઓથી આસામ સુધી સાયકલ પ્રવાસ કરશે. ૭ રાજ્યો અને ૩ દેશના સાયકલ સવારો જળ અને પર્યાવરણ બચાવો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. રેલીનું નેતૃત્વ સી. સત્યેન્દ્ર બાબુ કરી રહ્યા છે. અને રેલી દરમ્યાન શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને મળશે. સાયકલ રેલીના કુલ ૩૬૦૦ કિલોમીટરના પ્રવાસમાં ૩૦૦ જેટલી લાયન્સ કલબ સત્કારશે અને કલબ દ્વારા પોત પોતાના સેવાકીય કાર્યોની માહિતી આપશે.

- text

આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના સૌરાષ્ટ્ર-કચ્છના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરીએ જન્મથી બેહરા મૂંગા બાળકો સાંભળતા થાય છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. હળવદ ખાતે યોજાયેલ સમારંભમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, સરકારી વકીલ વિજયભાઈ જાની, રોટરી ક્લબના રાજેન્દ્રસિંહ રાણા, અતુલભાઇ પાઠક, ભાવેશ ભાઈ ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઇ દવે, ધ્રુવભાઈ રાવલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text