જામદુધઈ ગામની દીવાલોને ક્રાંતિકારીઓના ચિત્રોથી કંડારાઈ

- text


મોરબી : મોરબીમાં સતત ક્રાંતિકારી વિચારો લોકો સુધી ફેલાવવા સોશ્યલ મિડિયા ઉપરાંત ક્રાંતિકારી મહાપુરૂષોના જીવન ચરિત્રના ભાગરૂપે નાના-મોટા કાર્યક્રમો કરી દેશભક્તિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે.

- text

જેમાં જામદુધઈ ગામે ક્રાંતિકારી સેના દ્વારા દેશભક્તિ ફેલાવવાના હેતુથી જામદુધઈ ગામની દિવાલો પર વીર મહાપુરૂષો-ક્રાંતિકારીઓના ચિત્રો દોરી આવનારી યુવા પેઢી, બાળકોમાં દેશભક્તિની જાગૃતિ આવે તે માટે ચિત્રો બનાવવામાં આવ્યા હતા.આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના દરેક ગામમાં વીરપુરૂષો-ક્રાંતિકારીઓના ચિત્રો હોવા જોઈએ. જેથી, લોકોને દેશને આઝાદી આપનાર વીરોના ઈતિહાસની ખબર પડે અને દેશમાં એકતા બની રહે. અને જેનાથી લોકોમાં ક્રાંતિકારી-મહાપુરૂષો વિશે જાણી દેશપ્રેમ જાગે તેવી સતત જાગૃતતા લાવવા પ્રયાસના ભાગરૂપે જામદુધઈ ગામે ગામની દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા.

- text