હળવદમાં બે મોટર સાયકલની ચોરીની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદમ અલગ અલગ સ્થળેથી બે મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પંચમુખી ઢોરે રહેતા અશ્વિનભાઈ દેવકરણભાઈ બાબરીયાએ ગત તા.13 ઓગસ્ટના રોજ હળવદ સરા રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે ગલીમાં પાર્ક કરેલું જી.જે.13 જે 3981 નંબરનું મોટર સાયકલ કોઈ અજણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજા મોટર સાયકલની ચોરીના બનાવમાં હળવદના ટિકર રણ ગામે રહેતા અને પંચરની દુકાન ધરાવતા હનીફભાઈ દાઉદભાઈ કોરડીયાએ ગત તા.8 ઓક્ટોબરના રોજ હળવદના શંકરપરાના નાકે મનોજભાઈની ઓફીસ સામે જાહેર રોડ પર પાર્ક કરેલું તેમનું જી.જે.03 ડી.બી.4830 નંબરનું મોટર સાયકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હળવદ પોલીસે બન્ને બાઇક ચોરીની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.