વાંકાનેરમા જુગાર રમતા 3 ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના નવાપરામાં વિસ્તારમા જુગાર રમતા ત્રણ શખ્સોને સિટી પોલીસે ઝડપી પાડી રૂ. 10 હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના નવાપરામાં જીઆઇડીસી ઇટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા અરજણભાઈ રવાભાઈ લામકા ઉ.વ.40, જયેશભાઇ રમણિકભાઈ રાવલ ઉ.વ.45 અને રાજુભાઇ અરજણભાઈ ક્લોતરાને સિટી પોલીસે રૂ. 10,600ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


 

- text