મોરબીમાં આવતીકાલે વિનામુલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 22-10-2019 મંગળવારે પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા વિનામૂલ્યે જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને તથા સગર્ભા મહિલાઓને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. જેનો સમય સવારે 10થી 1 અને બપોરે 4થી 6નો રહેશે. સ્થળ સોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, લાતી પ્લોટ, શનાળા રોડ, મોરબી રહેશે.

- text

બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પાચનતંત્રમા સુધારો થાય છે. યાદશક્તિમાં વધારો થાય છે. બાળકોનો ગુસ્સો તથા ચીડચીડીયાપણું ઓછું થાય છે. બદલાતા વાતાવરણમાં તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ થાય છે. સગર્ભાએ સુવર્ણપ્રાશનના ટીપા પીવાથી માતા અને આવનાર બાળક બન્નેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બન્નેનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. સુવર્ણપ્રાશનનાં ટીપા શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થતા હોવાથી મોરબીના વધુને વધુ બાળકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ રાજ પરમાર દ્વારા કરવામાં આવી છે. વધુ વિગત માટે રાજ પરમાર મો. નં. 97226 66442નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે.

- text