મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા

- text


મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા અનેક લોકો છે જે પોતાના કરતા બીજાની વધુ દરકાર કરતા હોય છે. બીજાની દરકાર કરવી એ એમના જીવનનો મુખ્ય લક્ષ્ય હોય છે. આવું જ એક ગ્રુપ મોરબીમાં ગરીબોની ઉમદા ભાવથી ખેવના કરે છે. મોરબીના એલ. ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ વિધાર્થીઓને હોંશેહોંશે શિક્ષણ આપે છે. એટલું જ નહીં તેમની હોસ્ટેલમાં રહેલા નકામા ગાદલાંમાંથી ગરીબ લોકો માટે સારા ગાદલાં દિવાળી ભેટ રૂપે આપ્યા હતા.

મોરબીના એલ.ઇ. કોલેજમાં ભણતા વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોમાં શિક્ષણનું સિંચન કરે છે. આ ટિમ વિઝન ગ્રુપના સભ્યો છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય અને પછાત, આદિવાસી, વાડી વિસ્તારોમાં રહેતા અને શિક્ષણથી જોજનો દૂર રહેતા ગરબી બાળકોને નિયમિત ભણાવે છે. જો કે એલ.ઇ. કોલેજના છાત્રોને ઇજનેરી શિક્ષણની સાથે ગરીબ બાળકોને ભણાવવા એ સરળ કામ નથી. આમ છતાં ફુરસદના સમયે તેઓ ગરીબ બાળકોને શિક્ષણનું પ્રદાન કરે છે. ત્યારે આ ટિમ વિઝન ગ્રુપના વિધાર્થીઓને એવો સદ વિચાર આવ્યો કે એલ.ઇ. કોલેજની હોસ્ટેલોમાં નકામા બનેલા ગાદલાં ઘણા બધા પડ્યા છે. જો આ નકામા ગાદલાંમાંથી રૂ કાઢીને નવા બનાવીને જરૂરિયાત મંદોને આપીએ તો એમને સુવા માટે સારી વ્યવસ્થા થઈ શકે એમ છે.

- text

આ વિચારને સાર્થક કરવા માટે એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ ધ્રુવીન રાખોલિયા તથા વિરલ ભડાણીયા દ્વારા સંચાલિત TEAM VISION – MORBI દ્વારા કોલેજની હોસ્ટેલમાં રહેલ કચરારૂપી બિનપયોગી 65 જેટલા જુના ફાટેલા ગાદલા એકત્રિત કરીને તેમાંથી કોલેજના સતત કર્મશીલ અને સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા પ્રોફેસર કે. એફ. ભેટારીયા સાહેબની આર્થિક મદદ લઈને નવા 30 જેટલા ગાદલા બનાવીને ગરીબ બાળકોના આશ્રયસ્થાનરૂપી HEBRON CHARITABLE TRUST – RAJKOTને અર્પણ કરવામાં આવ્યા હતા. કોલેજના સંચાલકોએ આ ઉમદા કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text