આદર્શ માતા કસોટીના સ્વયંસેવકો માટે કૃતજ્ઞતા સ્વીકાર સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીમાં આગામી 22 ,25 અને 29 ડિસેમ્બરના રોજ કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે આદર્શમાતા કસોટીનું આયોજન છે. એ માટે છેલ્લા ત્રણ માસથી સ્વંયસેવકો, કાર્યકર્તાઓ દ્વારા જુદી જુદી ખાનગી શાળાઓમાં બહેનોની મીટીંગનું આયોજન કરી વ્યક્તિગત મુલાકાત કરી નવથી દશ હજાર બહેનોને કસોટી વિશેની, બાળ ઉછેરની, પેરેન્ટીંગની વાતો, બાળ ઉછેર માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ જેવી બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવેલ છે. એ પૈકી અત્યાર સુધી સમગ્ર મોરબી જિલ્લામાંથી 1300 જેટલી માતાઓએ આદર્શમાતા કસોટી માટે ફોર્મ ભર્યા છે. આ પ્રકલ્પના પાયાના પથ્થર એવા 150 જેટલા સ્વંયસેવકોએ રાત દિવસ એક કરી જે મહેનત કરેલ છે. એમની આ કર્તવ્યનિષ્ઠાની કૃતજ્ઞતા સ્વીકાર માટેના સમારંભમાં તમામ કર્મવીરોના સંનિષ્ઠ પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. કોઈપણ બહેન કે જે કસોટી આપવા માંગે છે એ રહી ન જાય એ માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આગામી 22 ડિસેમ્બરના રોજ બાળકો માટે વેલ ડ્રેસ હરીફાઈ, બાળકોનું પીડિયાટ્રિક ડોકટર દ્વારા હેલ્થ ચેક અપ તેમજ 25 ડિસેમ્બરના રોજ લેખિત કસોટીમાં સુપરવિઝન માટે અને પેપર મૂલ્યાંકન માટે તેમજ 29 ડિસેમ્બરના રોજ રાત્રીના ટોપ હન્ડ્રેડ અને ટોપ ઇલેવન અને ટોપ વન માટે મૌખિક કસોટી હાલરડાં બાળવાર્તા વગેરે સ્પર્ધા માટે ઉપસ્થિત તમામ સ્વંયસેવકોએ જુદી જુદી ઇવેન્ટ માટે જવાબદારીઓ સંભાળેલ છે અને કાર્યક્રમની સફળતામાં સહભાગી બનવા કોઈ પણ પ્રકારની કામગીરી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

- text