ચિત્ર સ્પર્ધામાં બ્રિલિયન્ટ સ્કુલની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ પ્રથમ

- text


હળવદ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મોરબી માર્ગદર્શિત બી.આર.સી. હળવદ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી હળવદ આયોજિત ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે હળવદ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો.

જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર આધારિત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં હળવદની બ્રિલિયન્ટ સ્કૂલની વિદ્યાર્થીની કંસારા વૃંદા અમરીશભાઈ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું. તેમજ વૃંદા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા હમીરભાઇ રબારી તથા દિનેશભાઈ રબારી તથા બિલીયન સ્કૂલના એમ.ડી. નરેશભાઈ રાવલ તથા શિક્ષકગણ એ આપી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text