હળવદના રાણેકપર ગામના દોરાલા પરીવારના કાનાએ કાવ્ય સ્પર્ધામા મેદાન માર્યુ

- text


હળવદમાં તાલુકા કક્ષાની કલા ઉત્સવની કરાઈ ઉજવણી

હળવદ : હળવદ બી.આર.સી. ભવન ખાતે GCERT ગાંધીનગર અને DIET રાજકોટ આયોજિત કલા ઉત્સવની ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન થયું હતું. જેમાં રાણેકર ગામના મેપાભાઇ ખોળાભાઇ દોરાલા ના કાનાએ કાવ્ય સ્પર્ધામા ભાગ લઇ હળવદ તાલુકામા પ્રથમ નંબરે આવતા દોરાલા પરીવાર તેમજ ભરવાડ સમાજને ગૌરવ અપાવ્યુ હતું. રાણેકપર શાળા પરિવાર દ્વારા કાના વેલાભાઇ દોરાલાને અભિનંદન પાઠવ્યા હતા. હળવદ બી.આર.સી. ભવન ખાતે કાનાને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાણેકપર ગામની શાળામા ધો.8 અભ્યાસ કરતા કાનાએ ગાંધીજી પર શ્રધ્ધાંસુમન કાવ્ય જાતે બનાવીને તાલુકા કક્ષાની સ્પર્ધામા ભાગ લીધો હતો. આગમી સમયમા યોજાનાર જીલ્લા કક્ષામા પણ કાવ્ય સ્પર્ધામા પ્રથમ નંબર મેળવે તેવી પરીવારજનોએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાણેકપર દોરાલા પરીવારે રાણેકપર શાળાના શિક્ષકોનો આભાર માન્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text