લજાઈની શ્રી દેવદયા શાળામાં કલાઉત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની શ્રી દેવદયા માધ્યમિક શાળા – લજાઈમાં મહાત્મા ગાંધીજીના 150ની જન્મજયંતિના ભાગ રૂપે આજ રોજ QDC કક્ષાના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકાની આજુબાજુની 7 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા ઉત્સવ અંતર્ગત ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધા યોજાઈ હતી. આ ઉજવણીમાં દરેક વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન ટંકારા તાલુકાના સહ કન્વીનર અધારા સાહેબ, શાળાના પ્રિન્સીપાલ એન. આર. ભાડજા સાહેબ, બી. એ. વામજા સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંક આવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. કલાઉત્સવ થકી પ્લાસ્ટિક મુક્ત ભારત, ગાંધીજીના વિચારો, સ્વચ્છ ભારત જેવા નૈતિક મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં દ્રઢીકરણ થયું હતું.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text