મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં અધિકારી અને સદસ્ય વચ્ચે જામી પડી

- text


સદસ્યએ કામ બાબતે અધિકારી ગાંઠતા ન હોવાના પ્રહારો કરતા બન્ને વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ ; રોડ રસ્તા, ગ્રામ પંચાયત કચેરીના કામો સહિતના 11 એજન્ડાઓને બહાલી અપાઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સભાખડમાં આજે કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં સદસ્યોએ રોડ સહિતના વિકાસકામો માટે દરખાસ્ત કરી હતી. રોડ રસ્તા અને ગ્રામ પંચાયત કચેરીના કામો સહિત 11 એજન્ડાઓ મંજુર કરવામાં આવ્યા હતા. સિંચાઈના કામ બાબતે અધિકારી ગાંઠતા ન હોવાના પ્રહાર કરતા સદસ્ય અને અધિકારી વચ્ચે જામી પડી હતી.

મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારોબારી સમિતિના તમામ સભ્યોએ હાજરી આપી હતી. આ કારોબારી બેઠકમાં રોડ રસ્તા સહિતના વિકાસ કામો માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ એજન્ડાની ચર્ચા બાદ બે પ્રમુખપદે તથા 11 એજન્ડાઓને મજુર કરવામાં આવ્યા હતા. જેમાં ટંકારા તાલુકાના ગજડી, રોહિશાળા, સાવડી તથા મોરબી તાલુકાના કાનપુર, બેલા-રંગપર બગથળા તેમજ વાંકાનેર તાલુકાના ચાંચડિયા, પંચસિયા, ગારીડા, રાજગઢ, ગ્રામ પંચાયતની બિલ્ડીંગના કામ, તેમજ હળવદ તાલુકાના દેવીપુર, ધનાળા, નવાં કડીયાણા, વાંકાનેર તથા ટંકારામાં સુવિધાપથ યોજના હેઠળ રોડના કામો મંજુર કરવામાં આવ્યા હતા અને ધૂળકોટમાં ચેકડેમના કામને બહાલી અપાઈ હતી.

- text

આ કારોબારીમાં જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુબલ અને સિંચાઈ અધિકારી ઉપાધ્યાય વચ્ચે ખાસ્સી એવી ઉગ્ર ચર્ચા હતી. જેમાં સદસ્યએ સિંચાઈ અધિકારી હાજર રહેવાના દિવસે હાજર ન રહેતા હોવાનું અને કામ બાબતે સદસ્યોને ગાંઠતા નથી તેમજ યોગ્ય જવાબ ન આપતા હોવાથી આ અધિકારી સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. સામાપક્ષે સિંચાઈ અધિકારીએ હું તમને એકને જવાબ દેવા બંધાયેલો નથી મારે બીજા પણ અગત્યના કામો હોય છે. જેથી બન્ને વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી.અને કારોબારી સદસ્યોએ ડીડીઓ ખાતાને રજૂઆત કરી આ અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી છે.

- text