વાજપાઇ બેન્કેબલ યોજનાના ઉદ્દેશને સાર્થક કરતા વાંકાનેરના રીક્ષા ચાલક

- text


રાજ્ય સરકારની વાજપાઇ બેન્કેબલ યોજનાથી સીએનજી ઓટો રીક્ષાની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી મળી છે : નોકરીમાં ૭-૮ હજાર પગાર ફિક્સ હતો હવે ૧૫-૨૦ હજાર રૂપિયા મહિને કમાણી થાય છે.

વાંકાનેર : ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશયથી શરૂ કરાયેલ શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના થકી મોરબી જિલ્લાના વાકાંનેરના રવીભાઇ રતિલાલ રાઠોડે આ યોજનાનો લાભ લઇ યોજનાના ઉદ્દેશ્યને સાર્થક કર્યો છે.

રવીભાઇ રાઠોડે ધોરણ દસ સુધી શિક્ષણ લીધા બાદ ઘરની જવાબદારીઓ માથે આવતાં તેમણે નોકરી સ્વીકારીને ઘરની જવાબદારી ઉપાડી લીધી પરંતુ સમય જતાં તેમણે રાજ્ય સરકારની વાજપાઇ બેન્કેબલ યોજના અંગે માહિતી મળતા તેમણે ડ્રાઇવર તરીકેના કૌશલ્યને વિશાળ ફલક પર લઇ જવા માટે પ્રેરણા મળી હતી. તેમણે જાત મહેનતનો વિચાર કરીને નોકરી નહીં પરંતુ પોતે વાહન લઇને નોકરી કરતાં પણ વધુ કમાઇ શકે છે તેવો વિચારને ફળીભૂત કરવા માટે સાહસ કર્યું. તેમના આ સાહસને રાજ્ય સરકારની વાજપાઇ બેન્કેબલ યોજના સહાયરૂપ થઇ હતી. રવીભાઇ રાઠોડે પોતાના વ્યવસાયને અનુરૂપ ઓટો રીક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું હતું. નોકરી દરમિયાન તેમને ૭૦૦૦-૮૦૦૦ રૂપિયા પગાર મળતો હતો પરંતુ તેમણે ઓટો રીક્ષાના વ્યવસાય અંગે વિચારીને નોકરી છોડીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે વાજપાઇ બેન્કેબલ યોજનાની અરજી કરી અને તેમણે અરજી કર્યાના થોડા દિવસોમાં જ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કની વાકાંનેર શાખા દ્વારા ઓટો રિક્ષા લેવા માટે રૂ. ૧,૭૧,૫૦૦ રૂપિયા લોનની મંજૂરી મળી ગઇ હતી.

- text

હવે રવીભાઇ રાઠોડ સીએનજી રીક્ષા ચલાવીને વાકાંનેરના લોકલ તેમજ વાકાંનેર-મોરબી પેસેન્જરની ફેરી કરીને મહિને ૧૫૦૦૦-૨૦૦૦૦ સુધીની કમાણી કરતાં થઇ ગયા છે. આ અંગે રવીભાઇ પોતાનો વિચારો વ્યક્ત કરતાં કહે છે કે જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સિમિત પગારની અંદર ઘર-પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું પરંતુ હવે ઓટો રીક્ષા લીધા બાદ વધુ મહેનત કરીને વધુ કમાણી કરવું શક્ય બન્યું છે. સીએનજી ઓટો રીક્ષા લેવાનું આમ તો ક્યારેય શક્ય ન બનત પરંતુ રાજ્ય સરકારની આ યોજનાથી મને 40 ટકા જેટલી સબસીડી પાસ થઇ છે.રાજ્ય સરકાર દ્વારા વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપે છે. જેમાં રાજ્ય સરકાર ૨૦ થી ૪૦ ટકા સુધીની સબસીડી આપે છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે પોતાના વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.

ઉપરોક્ત તમામ આવશ્યક બાબતોને ધ્યાને રાખી વાકાંનેરના રવીભાઇ રાઠોડે તેમની અને તેમના પરિવારની ઉન્નતી કરી છે તેનો શ્રેય પણ રાજ્ય સરકારની આ વાજપાઇ બેન્કેબલ યોજનાને જાય છે.


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text