બાદનપર ગામે ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડસ અંગેની તાલીમ શિબિર યોજાઈ

- text


મોરબી : ગુજરાત ઈકોલોજી કમિશન – ગાંધીનગરના સેક્રેટરી તથા સિનિયર મેનેજર નિશ્ચલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમર્થ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી મોરબી તાલુકાના બાદનપર ગામે ગઈકાલે ‘ગ્રીન એન્ડ બ્લુ ડિડસ’ વિષયની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણને સુરક્ષિત રાખવાના ઉપાયો, જળ સંશોધનો, ઘન કચરાનું વ્યવસ્થાપન, દરિયાઈ જીવોનું સરંક્ષણ જેવા અનેક વિષયો પર પ્રોજેક્ટર દ્વારા વિગતવાર માહિતી આપી સમજણ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્થ ઓર્ગેનાઈઝેશનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text