મોરબીની જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ગુજરાત શાળા સલામતી સપ્તાહનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગઈકાલે મોરબીમાં જિલ્લા શિક્ષણ કચેરી અંતર્ગત પ્રાયોગિક પ્રથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાના ગુજરાત શાળા સલામતી સપ્તાહનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા ફાયર ટીમ, 108 સેવાની ટીમ સહિતની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. તેઓના દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ એઇડ સારવાર, અગ્નિશામક પ્રક્રિયા, ભૂકંપ-પૂર જેવી આફતો સમયે શોધ અને બચાવની પ્રક્રિયા સહિતની ઉપયોગી માહિતી વિગતવાર આપવામાં આવી હતી. આ આયોજનને સફળ બંનાવવા માટે જિલ્લા શિક્ષણ કચેરીના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text