મોરબીના લાયન્સનગરમાં અંધારપટ ક્યારે ઉલેચાશે?

- text


ઘણા સમયથી લાઈટો બંધ હોવાથી સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી : નવરાત્રી પહેલા અંધારપટ દૂર કરવાની તંત્રને રજુઆત

મોરબી : મોરબીના છેવાડે આવેલ લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.તેથી અંધારપટને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકોને ઘણા સમયથી લાઈટો બંધ હોવાથી અત્યાર સુધીના દરેક તહેવારો અંધારામાં ઉજવવા પડ્યા હતા. ત્યારે નવરાત્રી નજીક હોવાથી વહેલી તકે બંધ લાઈટો ચાલુ કરવા સ્થાનિકોએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.

- text

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડાંના વિસ્તાર લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે લાયન્સનગર વિસ્તાર તંત્રની ધોર ઉપેક્ષાના પાપે સમસ્યાઓનો ઘર બની ગયો છે. લાંબા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે.પાલિકા તંત્રએ આ વિસ્તારની સમસ્યાઓ ઉકેલવામાં માટે જરાય ધ્યાન ન આપતા આ વિસ્તારના લોકો વિવિધ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારને ગંભીર લાઈટનો પ્રશ્ન ભારે સતાવી રહ્યો છે.જેમાં લાયન્સનગરમાં જૂન માસ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ હતી. અને ત્યાર પછીના અત્યાર સુધીના દરેક તહેવારો સ્થાનિક લોકોને અંધારામાં જ ઉજવવા પડ્યા છે. ગત તા.26 જૂનથી અત્યાર સુધીમાં પાલિકા તંત્રને છ વખત આ લાઈટના પ્રશ્ને રજુઆત કરી છે.પણ પાલિકા તંત્રએ એકપણ રજૂઆત કાને ન ધરી હોવાથી લાયન્સનગરમાં અંધેરા ઉલેચાશે? તે મોટો પ્રશ્ન છે. અંધારપટને કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે નવરાત્રી નજીક આવતી હોય લાઈટની અત્યંત આવશ્યકતા હોવાથી વહેલી તકે બંધ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ઉકેલવાની તેમણે માંગ કરી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text